પ્રાગ ( prague ) નામે 2013માં એક જોરદાર ફિલ્મ બની હતી. તેમા એક સીનમાં હીરો ચંદન રોય સાન્યાલ " મોને પોરે રૂબી રોય " આ ગીત ગાતો જુઆ મળે છે. અગાઉ આ ગીત સચિન ભૌમિકે લખેલું અને ખુદ બોસ - આર. ડી. બર્મને ગાયું છે. બંગાળી ગીતો માં સ્ત્રીઓના અટક સહિત નામ લેવાની પ્રથા હોય એવું લાગે છે... જેમ કે બેલા બોસ, રૂબી રોય etc....
એક બંગાળી મિત્રના પ્લેલિસ્ટમાં આ ગીત સંભાળતાજ agent vinod નું આ ગીત સાંભર્યું :
મને ખ્યાલ હતો કે આ ધૂન બોની એમ. નાં રાસ્પુતીનમાં આવે છે....
થોડું back trace કર્યું તો જાણ્યું કે આ ધૂન તો ઘણા યુરોપી-બાલ્કન દેશો - તુર્કી-અલ્બાનિયા-યુગોસ્લાવિયા-બોસ્નિયા-હ્ર્ત્ઝેગોવીના-બલ્ગેરિયા-સર્બિયામાં વર્ષોથી પ્રચલિત છે. ક્યાંક પ્રેમ ગીત તો ક્યાંક જેહાદી ગીત તરીકે....
કેટલાક variants અત્રે શેર કર્યા છે :
આ ભાઈનું મૂળ નામ પાસ્કલ હેની છે. ફ્રેંચ છે.
હિન્દી ગીત-સંગીત થી ભારે પ્રભાવિત છે. પાસ્કલ ઓફ બોલિવુડના નામે આલ્બમનું સંગીત સંચાલન પ્યારેલાલે ( લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ ) કરેલ છે. અમુક ગીતોમાં શ્રેયા ઘોષાલનો મધુર કંઠ પણ સંભાળવા મળશે.
ચલી ચલી રે પતંગ -એ ગીતમાં સ્ટેજ પર આમનો ઉત્સાહ માણવાલાયક છે. જોરદાર ઓરકેસ્ટ્રા !
રશિયન લેખકો, વૈજ્ઞાનિકો, અવકાશયાત્રીઓ, કલાકારો, રમતવીરો પ્રત્યે મને હમેશા અહોભાવ રહ્યો છે. ફ્યોદોર દોસ્તોએવસ્કી, ચેખોવ, લિઓ ટોલ્સટોય, નિકોલાઈ ઓસ્ટ્રોવ્સકી ને બહુજ આદર સાથે વાંચ્યા છે.
યાકોવ પેરેલમાનની "physics for entertaninemt" - मनोरंजक भौतिकी તેમજ એન. પિસ્કુનોવની "differential and integral calculas" વડે શાળામા ચાલતા ચીલાચાલુ પાઠ્યપુસ્તકોથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મીર પબ્લીશર્સ મોસ્કોના અવકાશ-અંતરીક્ષને લગતા પુસ્તકો વાંચીને મોટો થયો છું. કેપ્લર, ગેલીલિઓ, કોપરનિકસ, જયોરદાનો બ્રુનો, એલ-બેરુની જેવા નામોનો પ્રથમ પરિચય મને મીર પ્રકાશનનાં પુસ્તકોએ જ આપ્યો છે. ઈવન સફારીનાં જુના અંકોમાં ( જયારે ઈન્ટરનેટ સુલભ-વ્યાપક નહોતું ત્યારે ) મીર પ્રકાશનનાં ક્લાસિક પુસ્તકોનાં સચિત્ર બેઠાં ઉદાહરણો જુઆ મળે છે !
સર્ગેઈ કોલોરેવ - વ્લાદીમીર કોમારોવ - સ્પુતનિક - કોસમોસ - વોસ્તોક - યુરી ગાગારિન - એલેક્સ લેનોવ - મીર સ્પેસ સ્ટેશન - આ બધા નામ મારા માટે ખુબજ ફેસીનેટીંગ રહ્યા છે.
મારિયા શારાપોવા મારા લેપટોપનાં વોલપેપર પર અને અન્ય નામિ-અનામી હોટ સ્ટાર્સ હાર્ડ ડિસ્કમાં વીડિઓ સ્વરૂપે રહી ચુકેલી છે. રમતવીરો માં સર્ગેઈ બુબ્કાને હમેશા રિસ્પેક્ટ આપ્યો છે.
અત્રે પરિચય આપવાનો છે બાળકો માટેની એક મસ્ત રશિયન એનિમેશન શ્રેણી જેનું નામ છે - માશા એન્ડ ધ બેર. મારો દોઢ વરસનો બાળક - કૌશલ - બેહદ રસપૂર્વક જુએ છે. એના એપિસોડસ યુ-ટ્યુબ પર તેમજ એની ઓફિશીઅલ સાઈટ પર ઉપલબ્ધ છે. ઓડીઓ-વીડિઓ ક્વોલીટી બહુજ સારી કક્ષાની છે.
માશા-મસ્તીખોર નાની બાળકી જંગલમાં એક ઘરમાં રહે છે. તેની સાથે એક ભૂંડ, એક કુતરું અને એક બકરી હોય છે. તે જ જંગલમાં એક રીછ પણ રહે છે. આ રીંછ પેહલા સર્કસમાં કામ કરતો હતો અને રિટાયર્ડ જીવન બહુ મોજથી જીવે છે. તેના ઘરમાં ફ્રીજ હમેશા ખોરાક થી ભરેલું રહે છે. રીંછ એકદમ પ્રેમાળ, પ્રેકટીકલ અને દરેક કામ માં નિપુણ છે. માશા દરેક એપિસોડમા એના બાળસહજ લખણઓ થી કોઈને કોઈ રીતે રીંછને પજવે છે.
દરેક એપિસોડ 6-8 મિનીટનો હોવાથી ક્યારેય કંટાળો નહિ આવે અને આ સમજવા-માણવા માટે રશિયન આવડવું અનિવાર્ય જરાય નથી. કેટલાક સેમ્પ્લ એપિસોડસ અહી પોસ્ટ કર્યા છે :
બાસુ ભટ્ટાચાર્ય અને ગુલઝારનું કોમ્બિનેશન !
કોફી ( શર્મિલા ટાગોર ) અને ચા ( સારિકા ) વચ્ચે અટવાયેલ સંજીવ કુમાર.
સુંદર અભિનય , માણવાલાયક ફિલ્મ !
one sarcastic dialogue :
સપના ( સારિકા ) ફિલ્મો જોવાની શોખીન હોય છે અને ફોન પર કોઈને કહે છે : "इस बार मृणाल सेनने ऐसी फ़िल्म बनाई है की सब को समज में आ जाये |"
lolz..