Sunday, August 20, 2017

ટ્રોલી પ્રોબ્લેમ

એક દ્વિધાથી ભરપૂર સવાલ છે અને માણસની નૈતિક સમજણ ચકાસે છે. ઓરીજીનલ પ્રોબ્લેમ કૈક પ્રકારે છે
એક ટ્રામ સ્પીડમાં એક ફાંટા તરફ આગળ વધી રહી છે. એક ફાંટા માં આગળ જતા પાટા ઉપર એક વ્યક્તિ બાંધેલી છે. બીજા ફાંટા ઉપર આગળ જતા પાંચ વ્યક્તિઓ બંધાયેલી છે. ટ્રામ નો નિર્ધારિત રસ્તો પાંચ વ્યક્તિઓ વાળો છે. થોડેક દૂર એક લીવર છે કે જેના થી ટ્રેક બદલી શકાય એમ છે. એટલો સમય નથી કે કોઈ પણ ફાંટા પાસે પહોંચી માણસોને ખોલાવીને બચાવી શકાય. જો ટ્રામ એમની પર આવશે તો એમનું મોત પાક્કું છે. હવે સવાલ છે કે જો તમે લીવર પાસે ઉભા છો તો તમારી એક્શન શું હશે ?
1- કાંઈ નહિ કરો ? -  ( એમ કરવા થી ટ્રામ પાંચ વ્યક્તિઓને ચીપી નાખશે )
2-લીવર ખેંચી ને ટ્રામનો ટ્રેક બદલાવી નાખીને માત્ર એક વ્યક્તિને મરવા દેશો અને પાંચ માણસનો જીવ બચાવશો ? ( એક્શન કરવાથી આપ ડિરેક્ટલી એક વ્યક્તિના મૃત્યુનું નિમિત્ત બનો છો )

મનોવિજ્ઞાનમાં રસ લેતા લોકોએ આગળ જતા પ્રોબ્લેમમાં ઘણા સુધારા-ઉમેરા કર્યા છે અને પ્રોબ્લેમને વધારે ગૂંચવણભર્યો / રમુજી બનાવ્યો છે. હજારો મિમ્સ પણ બન્યા છે. અત્રે કેટલાક ફેસબુકના ટ્રોલી પ્રોબ્લેમ મીમ્સ પેજમાંથી શેર કર્યાં છે :

અહીં લીવર નજીક ઉભેલ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને ફોને કરીને કહે છે : જલ્દી અહીં આવ, હું એક અજીબ નૈતિક દ્વિધામાં છું. ગર્લફ્રેન્ડ કહે છે : મારો આખો પરિવાર અત્યારે બહાર છે. વ્યક્તિ : હા મને ખબર છે....


અહીં લીવર નજીક ઉભેલી વ્યક્તિ સામે એક ટ્રેક પર એક ગર્ભવતી સ્ત્રી છે અને બીજા ટ્રેક પર એક સ્ત્રી અને એનું નાનું બાળક છે.
અહીં એક ટ્રેક પર લીવર ઓપરેટ કરનાર ખુદ ઉભો છે અને બીજા ટ્રેક પાર પાંચ વ્યક્તિઓ બંધાયેલી છે.


કેવી રીતે ખબર નહિ પણ લીવર ઓપરેટ કરનાર વ્યક્તિનું ગુપ્તાંગ ટ્રેક પર ફસાયેલું છે.

અહીં લીવરનું સ્થાન બંને ટ્રેક પછી, પણ કોમન ટ્રેક પર છે. લીવર ઓપરેટ કરનાર ચિપાવાનો છે પાક્કું છે.
અહીં એક ટ્રેક પર આગળ જતા એક ટ્રોલી પ્રોબ્લેમ ઉભો થાય છે અને બીજા ટ્રેક પર પાંચ નવા ટ્રોલી પ્રોબ્લેમ્સ ઉભા થાય છે.ગણિતમાં રસ ધરાવનાર માટે ટ્રોલી પ્રોબ્લેમ.
બ્યુરીદાંએ એક પેરાડોક્સ રજુ કરેલું કે જેમાં પ્લેટો એક નદીના પુલ પર ઉભો હોય છે અને સોક્રેટિસને પુલ ઓળંગીને સામે છેડે જવું હોય છે. પ્લેટો કહે છે : તું જે પ્રથમ બોલીશ સાચું હશે તો હું તને પુલ ઓળગવા દઈશ. જો ખોટું હશે તો હું તને નદીના પાણીમાં ઘા કરી દઈશ. સોક્રેટિસ  કહે છે : તું મને નદીના પાણીમાં ઘા કરી દઈશ. હવે ટ્રોલી પ્રોબ્લેમ માં પ્લેટોની જગ્યાએ લીવર ઓપરેટર આવી ગયો છે.જર્મન ફિલોસોફર કાન્ત નો સીરીયસ ટ્રોલી પ્રોબ્લેમ.લુચ્ચાં-દંભી-અપ્રામાણિક માણસો કે જે અન્ય લોકોને હાનિ પોહચાડીને સફળતા પ્રાપ્ત કરે છે, વાદ માટે શબ્દ છે Machiavellian ( ઇટાલીના ફિલોસોફર  નિકોલો મેક્યાવેલી )અહીં કોઈ ટ્રેક ઉપર નથી અને લીવર ની પોઝીશન બંને ફાંટાઓની વચ્ચે છે. ઓપરેટર કોઈ એક ટ્રેક માટે લીવર ખેંચે છે પરંતુ યાંત્રિક ક્ષતિને કારણે ટ્રોલી ઓપરેટર સાથે ભટકાય જાય છે. multi track drifting !

હાથે કરીને સળગતા તીર પકડવા !બ્રિટન યુરોપીયન યુનિયન થી અલગ થયું ! ત્યાં ના નાગરિકો લીવર ખેંચ્યું !મેરીટ v/s પેમેન્ટ સીટ આધારિત ટ્રોલી પ્રોબ્લેમ.


પોકેમોન ટ્રોલી પ્રોબ્લેમ ! અહીં કોઈ રાજનીતિક પાર્ટીના નેતાઓ પણ ફિટ કરી શકાય છે....


જયારે ટ્રોલી પ્રોબ્લેમ્ મીમ્સ ના શોખીન ભેગા થાય છે !
બધી વસ્તુઓ આપણા કન્ટ્રોલમાં ક્યાં હોય છે ! ઘણા નિર્ણયો ટ્રોલી પ્રોબ્લેમ્સનાં સોલ્યૂશન્સ થી પણ અઘરા હોય છે....

1 comment:

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.