Wednesday, March 29, 2017

પધ્ધરગઢની સ્થાપના - Impact of મહેણાં-ટોણા

જામનગરના છેલ્લા પુસ્તક મેળામાં થી દુલેરાય કારાણી અભિવંદના શ્રેણીનાં પુસ્તકો લીધા છે. કચ્છનાં ઇતિહાસ અને ભૂગોળ મને હંમેશા રસપ્રદ લાગ્યા છે.

જામ લાખા ફૂલાણીએ હવે કેરાની નગરીને ફરતો કોટ બાંધવવાનો વિચાર કરી લીધો. કચ્છના પ્રખ્યાત કારીગરોને બોલાવી લીધા. દૂરની ખાણોમાંથી પથ્થરોના ગંજ ખડકાવી દીધા. છ મહિનાની સખત કામગીરી પછી કેરાકોટ-કપિલકોટનો બેનમૂન કિલ્લો તૈયાર થઇ ગયો. કિલ્લાના વાસ્તુ વખતે ફૂલાણી રાજાએ કેટલાક રાજા-રજવાડા, ભાયાતો, શાહુકારો વગેરેને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. લાખાનો ભત્રીજો પુંઅરો પણ આ પ્રસંગે આવી પહોંચ્યો હતો. મેહમાનો કેરાના કિલ્લાની રચનાનું નિરીક્ષણ કરતા કિલ્લાની ચારે તરફ ફરી રહ્યા હતા. એ વખતે પુંઅરાને કિલ્લાની ઊંચાઈ જરા ઓછી લાગી. તે બોલ્યો : 'કાકો લોભમાં પડી ગયો કે શું ? કિલ્લો તો ઉત્તમ બંધાયો પણ પથ્થરનો એક થર હજી વધારે ચડાવવાની જરૂર હતી.' કેરાકોટના સુંદર કિલ્લામાં ખોડ કાઢનાર પુંઅરા ભત્રીજાની વાત સાંભળીને લાખાની ચાવડી રાણી બોલી ઉઠી -

લાખે ખરચેં લખ, કેરે કોટ અડાયો
ગંઠ મેં હુવે ગરથ, ત પધર અડાય પુંઅરા !

-લાખાએ લાખો કોરી ખરચીને કેરાનો કોટ ચણાવ્યો. હવે તારી ગાંઠે ગ્રથ હોય તો તું પધ્ધરગઢ ચણાવી લેજે !

કાકીનું મહેણું સાંભળીને પુંઅરાને માઠું લાગ્યું. કાકીને જવાબ દેતા તે બોલ્યો –

કાકી મેણાં મ માર, આઉં પુઅરો ધાહે જો,
કરીઆં તો કરાર, પધ્ધર અડાઈયાં પિંઢ જો.

-કાકી ! તું આવા મહેણાં માર નહિ ! હું તો ધાહા જામનો પુંઅરો છું. હું કરાર કરું છું કે પધ્ધરગઢ ચણાવીને બતાવીશ.

- પુસ્તક : જામ લક્ષરાજ, લેખક : દુલેરાય કારાણી

1 comment:

  1. Ra puvraji vishe vadhu mahiti melvvi joie jethi sanskruti bhulai na jay

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.