Saturday, March 7, 2009

વાલી ની અપેક્ષાઓ

પરિક્ષાની મોસમ આવી ગઈ છે. વાલીઓ ની ચિંતા વધારનારી મોસમ. 
આજે બાળ ભાસ્કરમાં ’પરિક્ષા વિશેષ’માં સતપાલનું કાર્ટુન પરિક્ષા ટાણે વાલી સંતાન પાસે કેવી અપેક્ષાઓ રાખે છે અને તે માટે કેવા-કેવા ઉપાયો કરે છે તે દેખાડે છે.

****

exactly યાદ નથી , પણ ગયા વર્ષે કોઈ ટીવી જાહેરખબરમાં બોર્નવિટા કે એવા અન્ય કોઈ પીણા થી બાળક પરિક્ષામાં વધુ સારો દેખાવ કરે છે એવું દર્શાવતા હતા.
અરે , આમને ડોલ ભરીને તે પીવડાવશો તોયે એક માર્ક પણ વધુ નહી આવે !

****

બીજી એક એડ આવે છે કોઈ ઈન્સ્યોરંસ કંપની ની જેમાં વાલી ની વધુ પડતી અપેક્ષાઓ દેખાડી છે >

પિતા : "बोलो बेटा डेडी"
નાનું બાળક : "डे डी"
પિતા : "बोलो बनाना"
નાનું બાળક : "ब ना ना"
પિતા : "बोलो चेकोस्लोवाकिया"
નાનું બાળક : "?!?!?!?!"

****

anyway , સૌ ની અપેક્ષાઓ ફળે એવી શુભકામનાઓ ,
विजयी भव: ।

1 comment:

  1. વાલીની વધુ પડતી અપેક્ષાના લીધે સંતાનના માનસ:પટ પર નાનપણથી જ વાલી એટલે વાલીયા લુંટારાનું ચિત્ર દોરાય જતું હશે.

    અગર બાળક ભણતરમાં નબળો દેખાવ કરે તો લોકો શિક્ષકને જવાબદાર ઠેરવતા હોય છે એ અયોગ્ય છે એવું મારું માનવું છે, અરે યાર આપણે આપણા 1-2 સંતાન પર ધ્યાન આપવા કે એને સમજવા માટે તૈયાર ન હોય તો શિક્ષકો પાસેથી આ અપેક્ષા કંઇક વધુ પડતી નથી?

    સ્વાનુભાવે અને આસપાસની દુનિયાને જોઇ/સમજીને એવું માનું છું કે જે વાલી (માતા કે પિતા બે માંથી કોઇ પણ એક)અગર પોતાના બાળકોને ભણાવા સક્ષમ ન હોય,ટાઇમ ન હોય તો તેઓ બાળક કે સ્કૂલ/શિક્ષક પાસેથી અપેક્ષા રાખવાનો અધિકાર ખોઈ બેસે છે.

    ReplyDelete

 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.